ભરૂચ: કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને જળ શકિત અભિયાન - Catch The Rain-૨૦૨૪  અંતર્ગત બેઠક યોજાય

જળ શકિત અભિયાન - Catch The Rain-૨૦૨૪  અંતર્ગત કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ભરૂચના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીની

New Update
WhatsApp Image
જળ શકિત અભિયાન - Catch The Rain-૨૦૨૪  અંતર્ગત કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ભરૂચના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીની બેઠક યોજાઈ હતી. 
આ બેઠકમાં “જળ સંચય જન ભાગીદારી” મિશન દ્વારા જિલ્લાના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોને આવરી લઈને વરસાદી જળસંચયને લગતા કામો તેમજ જળસંચય અભિયાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે કલેકટર તુષાર સુમેરાએ ઉચ્ચ અધિકારીઓનો માર્ગદર્શન આપ્યુ હતું. તેઓએ જણાવ્યું હતું કે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવાના હેતુ સાથે ‘જળસંચય જનભાગીદારી યોજનાનો અમલ કરવાનો છે. તે સાથે પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણની સાથે નવા જળસ્રોતોનું પણ નિર્માણ કરવા તેમજ સંશોધનાત્મક કૂવાઓનું બાંધકામ થાય તેવા પ્રકારનું આયોજન કરવા લાયઝન અધિકારીઓને સૂચનો આપ્યા હતા.  
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટીદાર  યોગેશ કાપસે,  જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ભરૂચ જિલ્લાના પ્રોજેકટને લગતા કોન્ટ્રાકટરો હાજર રહ્યા હતા
Latest Stories