New Update
-
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવાયું
-
સરકારને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
દિલ્હી સરકારની જેમ યોજનાઓનો લાભ આપવા માંગ
-
મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવા માંગ કરાય
-
આપના કાર્યકરો જોડાયા
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરીકોને પણ આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે.આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઇ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઉંચો છે.ગુજરાતની મહિલાઓને પણ દિલ્લીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories