New Update
/connect-gujarat/media/media_files/amsnt1XewaTN9houaEMM.jpg)
ભરુચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરુચ એ ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં મૂળ કરજણ તાલુકાનાં માકણ ગામનો અને હાલ વાગરાની અસ્મા પાર્ક સોસાયટીમાં રહેતો જ્લાલૂદીન આવી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ ફોન તપાસ કરતાં મોબાઈલ ફોનમાં પિસ્તોલનો ફોટો દેખાતા પોલીસે તેની વધુપૂછપરછ કરતાં તે પિસ્તોલ પોતાની ફોર વ્હીલ ગાડીના ડેસ્ક બોર્ડની નીચે સંતાડી હોવાનું જણાવ્યુ હતું પોલીસે ગાડીમાં તપાસ કરતાં તેમાંથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી પોલીસે 10 હજારની પિસ્ટલ અને 3 લાખની કાર મળી કુલ 3.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પિસ્ટલ અંગે પૂછપરછ કરતાં તેને રતલામનો અકબર ઘોસી આપી ગયો હોવા સાથે તે હાલમાં મરણ ગયેલ હોવાની કબૂલાત કરી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories