ભરૂચ: માર્ગ પર બેભાન થયેલા યુવાનને પોલીસકર્મીએ આપ્યો CPR, જો કે જીવ ન બચાવી શકવાનો અફસોસ !

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોહીલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે. ગતરોજ સાંજના તેઓ ફરજ પર ફરજ હાજર હતા.

New Update

ભરૂચ નંદેલાવ વિસ્તારમાં ગતરોજ રાત્રીના એક બાઈક ચાલક અચાનક બેભાન થઈ ગયો હતો.આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાને CPR આપીને જીવ બચાવવા કોશિશ કરી હતી જો કે યુવાનનો જીવ બચી શક્યો ન હતો

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોહીલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે. ગતરોજ સાંજના તેઓ ફરજ પર ફરજ હાજર હતા. તે સમયે બાઈક પર પસાર થઈ રહેલ મનુ મિશ્રા નામનો યુવાન અચાનક જ  માર્ગ પર બેભાન થઈ પડી ગયો હતો.આ સમએ ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાન વિજયસિંહે તરત દોડી જઈને ત્યાં ઉભેલા લોકોને બાજુએ હટાવી બેભાન થઈ ગયેલા યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કામગીરીમાં લાગી ગયા હતા.ત્યાર બાદ આ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.યુવાનનો જીવ ન બચી શકતા પોલીસકર્મીએ અફસોસ વ્યક્ત કર્યો હતો
Latest Stories