New Update
/connect-gujarat/media/media_files/2025/06/25/constitution-assassination-day-2025-06-25-16-24-42.jpg)
ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાના અવસરે, તા.૨૫મી જૂન 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે, ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક લી. ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને અધ્યક્ષસ્થાને 'સંવિધાન હત્યા દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરૂણસિંહ રણા, નગરપાલીકા પ્રમુખ વિભૂતી યાદવ, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, સરકારી વકીલ, આસિ.પબ્લિક પ્રોસિક્યુટર સહિત જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.