ભરૂચ:પ્રભારી સચિવ  શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ, વિવિધ પ્રશ્નો અંગે કરાય ચર્ચા

બેઠકના પ્રારંભે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલની  કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો.

New Update
a
ભરૂચ જિલ્લામાં પડેલ કમોસમી વરસાદ, સુજલામ સુફલામ યોજના તથા સિવિલ ડિફેન્સ મોકડ્રીલ સહિત વહીવટીતંત્રની કામગીરી, જિલ્લાના અગત્યના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના વી.સી.રૂમ ખાતે યોજાઈ હતી.
Advertisment
બેઠકના પ્રારંભે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલની  કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો. તેમજ હાલમાં જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ, સુજલામ સુફલામ યોજના વિશે પણ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપી હતી. જિલ્લામાં ચાલી રહેલા "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન ૨.૦ - ૨૦૨૫" અંતર્ગત સમિતિ દ્વારા ભલામણ મુજબ થયેલા આયોજનના કામોનું રીવ્યુ કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા  મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Latest Stories