ભરૂચ: સંસ્કાર વિદ્યાભાવનમાં માસિક ધર્મમાં સ્વરછતા અંગેની જાગૃતિ બાબતે સેમિનાર યોજાયો

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં દીકરીઓમાં માસિક ધર્મમાં સ્વચ્છતા અંગે જાગૃતતા વધે તે હેતુસર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
a

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં દીકરીઓમાં માસિક ધર્મમાં સ્વચ્છતા અંગે જાગૃતતા વધે તે હેતુસર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડોક્ટર પ્રગતિ બારોટે ધોરણ છ થી આઠની વિદ્યાર્થીનીઓને માસિક ધર્મની જૈવિક જાણકારી તેમજ માસિક ધર્મ અંગેની ખોટી માન્યતાઓ અને ધારણાઓ બાબતે માહિતી આપી હતી. આ સાથે જ માસિક ધર્મ દરમ્યાન શું ધ્યાન રાખવું સ્વચ્છતા કેવી રીતે રાખવી તે સહિતનું માર્ગદર્શન આપ્યું હતું. સંસ્કાર વિદ્યાભવન શાળા દ્વારા શાળામાં પેડ ડિસ્પોઝલ મશીન પણ મૂકવામાં આવ્યું છે.આ પ્રસંગે શાળાના આચાર્ય શૈલેષ સિંહ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
Latest Stories