ભરૂચ: SP મયુર ચાવડાની કારમાંથી સાપ નિકળ્યો, સ્નેક કેચરોએ એક કલાકની જહેમતે પકડી પાડ્યો

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી, સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો

New Update
vlcsnap-2024-12-27-09h24m07s159
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી, સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો સામે આવે છે ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળ્યો હતો.
એસ.પી.ઓફિસના પાર્કિંગમાં તેઓની કાર પાર્ક કરી હતી તે દરમ્યાન કારમાં સાપ આવી ચઢ્યો હતો.સાપ અંગેની જાણ ડ્રાઇવરને થતા સ્નેક કેચરોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. સ્નેક કેચરોએ એક કલાકની જહેમત બાદ સાપને બહાર કાઢ્યો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.