ભરૂચ: જંબુસર ફ્લાય ઓવરબ્રિજ પર ડીઝલ ટેન્કરમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઇ

ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી,જંબુસર ફલાય ઓવરબ્રિજ પર ટેન્કરમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.....

New Update

ભરૂચમાં ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ
દહેજ થી ભરૂચ આવી રહેલ ટેન્કર ભડકે બળ્યું
જંબુસર ફ્લાયઓવર પર સળગતા ટેન્કરને લઈ અફરાતફરી
ભરૂચ દહેજ રોડ પર સમી સાંજે ઘટના

ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ 

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત માંથી ભરૂચ તરફ આવતા એક ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી,જંબુસર ફલાય ઓવરબ્રિજ પર ટેન્કરમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.
ઘટના અંગેની જાણ અગ્નિ શમન કેન્દ્રમાં કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને એક તરફ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરીને ભડકે બળતા ટેન્કર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો,જોકે આ ઘટનામાં હાલમાં જાનહાની અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
#diesel tank #Bharuch Fire News #Fire News #આગ #જંબુસર #the burning truck #diesel tanker
Here are a few more articles:
Read the Next Article