ભરૂચ: વાલિયાના વટારીયા નજીક ખાદ્યતેલ ભેરલું ટેન્કર પલટી ગયું, લોકોએ તેલની ચલાવી લૂંટ

અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું.

New Update
  • ભરૂચના વાલિયા નજીકનો બનાવ

  • વટારીયા નજીક ટેન્કર પલટી ગયું

  • ટેન્કરમાંથી ખાદ્યતેલ ઢોળાયુ

  • લોકોએ તેલની ચાલવી લૂંટ

  • ટેન્કરચાલકને ઇજા

ભરૂચના વાલીયાના વટારીયા ગામના  વળાંક પાસે ટેન્કર ચાલકને ઝોકું આવી જતા પલટી જતા ખાદ્યતેલ ઢોળાતા વટે માર્ગુઓએ લૂંટ મચાવી હતી.
આજરોજ સવારના સમયે ટેન્કર ચાલક ખાદ્ય તેલનો જથ્થો ભરી અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું.આ અકસ્માતમાં ચાલકને ઇજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલ ખાદ્ય તેલ ઢોળાવવા લાગ્યું હતું.આ દ્રશ્યો જોતા જ ત્યાંથી પસાર થતા લોકોએ બોટલ અને કેરબામાં ઓઇલની લૂંટ ચલાવી હતી.અકસ્માત અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: દાંડિયા બજારમાં યુવાને મિલકતના ઝઘડામાં ગળુ કાપી આપઘાતનો કર્યો પ્રયાસ, ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસરડાયો

ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચના દાંડિયા બજારનો બનાવ

  • યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

  • ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો

  • મિલકતના ઝઘડામાં જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મિલ્કતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.
ભરૂચના દાંડિયાબજારમાં મિલ્કતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.