ભરૂચ: વાગરાના આખોડ ગામે ઘન કચરાના વ્યવસ્થાપન અંગે નેશનલ મોનિટર્સની ટીમે લીધી મુલાકાત

સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો

New Update
અડોલ ગામની મુલાકાત
ગ્રામીણ વિકાસ કાર્યક્રમોનું નિયમિત નિરિક્ષણ કરવા તેમજ તેની વિગતોનો તાગ મેળવવા માટે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના અખોડ ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટ,સામૂહિક શોકપીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ , વ્યક્તિગત શોકપીટ , તેમજ ગરિમા સેન્ટર સખી મંડળની બહેનોના વિવિધ ઘટકવાર એસેટની મુલાકાત યોજવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન કમિશનર -વ-સચિવ ગ્રામ વિકાસ ગાંધીનગર, મનીષાચંદ્રા અને કમિશનર વિશાલ ગુપ્તા,  ડી.ડી.ઓ 
અડોલ ગામ
યોગેશ કાપસે, નિયામક નૈતિકા.એચ.પટેલ, ટી.ડી.ઓ  ધ્રુવ પટેલ, .સરપંચ નરેન્દ્રસિંહ.એલ.સોલકી, ડી.સી એસ.બી.એમ મુલાકાત દરમિયાન જિલ્લા તથા તાલુકા કક્ષાના કર્મચારી પણ હાજર રહ્યા હતા.
સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી કે ગ્રામીણ વિસ્તારમાંથી ફક્ત કચરો એકત્ર કરી સાફ-સફાઈ કરવાથી સ્વચ્છતાનો હેતુ સિદ્ધ નથી થઈ શકતો. કેમકે જ્યાં સુધી આ કચરાનું યોગ્ય નિકાલ કે વ્યવસ્થાપન કરવામાં ના આવે ત્યાં સુધી એ કચરો ફરીથી ગંદકીનું કારણ બની શકે છે.
Latest Stories