ભરૂચ: નર્મદા નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરાય,લોકોને એલર્ટ રહેવા સૂચના

ભરૂચ | Featured | સમાચાર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાંથી 45000 થી 2,50,000 ક્યુસેક પાણી છોડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

New Update
સરદાર સરોવર નર્મદા ડેમ 82 ટકા ભરાયો
ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક છોડાય શકે છે પાણી
ભરૂચમાં તંત્ર દ્વારા લોકો માટે ચેતવણી જાહેર કરાય
નર્મદા નદીના પટમાં ન જવા સૂચના
જો કે પુરની શક્યતા ઓછી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાંથી 45000 થી 2,50,000 ક્યુસેક પાણી છોડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાણી છોડવાના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં જળસ્તર વધવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામ અને શહેરી વિસ્તારના લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. ભરૂચનગરપાલિકાએ માછીમારોને માછીમારી કરવા ન જવા તેમજ કિનારા વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે. ભરૂચના નર્મદા કાંઠે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2,50,000 ક્યુસેક પાણી છોડવાની અસર ગંભીર પૂર તરીકે સામે આવવાની શક્યતાઓ ઓછી છે પરંતુ તંત્રે અગમચેતીના ભારૂપે એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 133.37 મીટર છે. ડેમની સપાટીમાં દર કલાકે 11 સેમીનો વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત  ઇન્દિરા સાગરના 12 અને ઓમકારેશ્વરના 18 દરવાજા ખોલી સરદાર સરોવરમાં 3.88 લાખ ક્યુસેક પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. રીવર બેડ થકી નર્મદા નદીમાં 44,586 ક્યુસેક ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે. ડેમ 82.51% ભરાયો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. આ અંગે ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર પાણીના કારણે હાલ પૂરની શક્યતા નથી પરંતુ નદીના પટમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે
Latest Stories