ભરૂચ: સેવાયજ્ઞ સમિતિ દ્વારા એસિડ ગટગટાવી જનાર મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન અપાયું !

ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું

New Update
  • ભરૂચની સેવાયજ્ઞ સમિતિનું સેવાકાર્ય

  • મહિલાએ એસિડ પી લેતા અન્નનળીમાં થયું હતું નુકશાન

  • ખોરાક પણ ન લઇ શકાતા પરિસ્થિતિ ગંભીર બની હતી

  • સેવાયજ્ઞ સમિતિ દ્વારા કરાવવામાં આવી જટિલ સર્જરી

  • મહિલાને અપાવવામાં આવ્યું નવજીવન

ભરૂચમાં એસિડ પી જનાર મહિલાની અન્નનળી સંકોચાઈ ગઈ હતી.જેના કારણે માત્ર ગ્લુકોઝના બોટલો પર નિર્ભર મહિલાની સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી પુનઃ નવજીવન અપાવ્યું છે.
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને એક મહિલાને નવજીવન આપ્યું છે. અંકલેશ્વરના અંદાડા ગામમાં રેશ્મા દેવીપૂજક નામની મહિલા રહે છે.અંદાજીત દોઢ વર્ષ પહેલા  પતિનું રેલ્વેમાં અકસ્માતમાં મોત નિપજતા તેની સાસુ તેના બાળકને લઈને વતન જતી રહી હતી. આ બાબતે રેશ્માએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેની સાસુએ તેનું બાળક તેને નહી આપતા મનમાં લાગી આવતા એસિડ પી લીધું હતું.
મહિલાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.એસિડના કારણે તેની અન્નનળી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.તેના ગળાની અન્નનળી સંકોચાઈ ગઈ હતી જેના કારણે તે ખોરાક લઈ શકતી ન  હતી.જેથી ચાર મહિના સુધી તે માત્ર ગ્લુકોઝની બોટલો પર જ રહી હતી.જોકે ત્યાર બાદ તે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ પાસે આવી પોતાની વ્યથા જણાવી હતી.જેથી રાકેશ ભટ્ટે રેશ્માની પ્રથમ ભરૂચમાં સર્જરી કરાવી હતી.જેના કારણે તે 
પાણી,દૂધ અને લિક્વિડ લેવા લાગી હતી.
આ બાદ સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની ઈસોફગસ સ્ક્રીન ગ્રાફટીંગ પાઇપિંગ નામની અન્નનળી અને પેટની જટીલ સર્જરી કરાવી હતી.આ સર્જરી બાદ આજે રેશ્મા દેવીપૂજક બધી જ વસ્તુઓ આરોગી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે જે બદલ તેઓએ એવા યજ્ઞસમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો
Latest Stories