New Update
/connect-gujarat/media/media_files/2024/11/30/AYUnA7p34iy4wLiCSwWc.jpg)
ભરૂચ નેશનલ હાઇવે ઉપર અસુરીયા ગામના ગુરુદ્વારા સામે અજાણ્યા વાહને બાઈક સવારોને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
ભરૂચના હલદર ગામની નવી નગરીમાં રહેતા વિશાલ રમણ વસાવાના ભાઈ ૨૧ વર્ષીય સાગર રમણ વસાવા અને ગીરીશ વસાવા અંકલેશ્વર ખાતેથી પોતાના ઘરે બાઈક ઉપર આવી રહ્યા હતા.તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે ઉપર અસુરીયા ગામના ગુરુદ્વારા સામે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવાનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં માર્ગ ઉપર પટકાયેલ બંને યુવાનો પૈકી સાગર વસાવાના માથા ઉપરથી વાહનનું ટાયર ફરી વળતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે ગીરીશ વસાવાને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories