New Update
ભરૂચના વાગરાના આંકોટ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં સુતરેલ ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું ભરૂચના વાગરાના સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાઠોડ મોટરસાયકલ નંબર જીજે.૧૬.ડીએમ.૮૨૨૬ લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ગત રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો.
જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત 108 ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જોકે ગંભીર ઇજના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું. વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવા સાથે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Latest Stories