New Update
/connect-gujarat/media/media_files/2025/07/16/bb-2025-07-16-20-35-52.jpg)
ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામના ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ટેન્કર અને બાઈક સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું.
મૃતક સંકેત કિશોરભાઈ જડિયા (ઉ.વ. 37), જંબુસરના સુભાષ મેદાન વિસ્તારમાં રહેતા હતા.તેઓ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સંકેતભાઈએ હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, આમોદ નગરપાલિકાના પ્રમુખ અને મહામંત્રી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર દોડી આવ્યા હતા.બનાવ અંગે આમોદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories