અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં 2 તસ્કરો ત્રાટક્યા
જૈન દેરાસરમાં 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
2 દાનપેટી, પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી
તસ્કરોની તમામ કરતૂત દેરાસરના CCTV કેમેરામાં કેદ થઈ
તસ્કરોનું પગેરું મેળવવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાય
સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જૈન ધર્મનું પૌરાણિક ગુરૂરામ પવનભૂમિ દેરાસર આવેલું છે. જેમાં ગત મોડી રાત્રે 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. દેરાસરના નકશી કોતરણી કરી બનાવેલ માર્બલની ઝાળી તોડી તસ્કરો પરિસરમાં ઘૂસ્યા હતા.
ત્યારબાદ દેસરસરની 2 દાનપેટી, ભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી કરી ફરાર ફરાર થઈ ગયા હતા. જોકે, પૌરાણિક જૈન દેરાસરમાં ચોરીની ઘટના ત્યાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે તસ્કરો હાથફેરો કરી રહ્યા છે.
તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ DCP કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.