સુરત :  શ્રાવણ મહિનામાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચનાના સંકલ્પને સાર્થક કરતા શિવભક્ત

સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં શિવભક્તિની અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે.જેમાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો

New Update
  • શ્રાવણમાં છલકાયો શિવભક્તિનો સાગર

  • લાડવીમાં શિવભક્તનો અનોખો સંકલ્પ

  • ભક્તો શ્રદ્ધાપૂર્વક બનાવે છે માટીના શિવલિંગ

  • 5,55,555 પાર્થિવ શિવલિંગનો સંકલ્પ

  • પાર્થિવ શિવલિંગની પૂજાનું અનોખું મહત્વ 

સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.જેનો અનેરો ઉત્સાહ શિવભક્તોમાં જોવા મળી રહ્યો છે.

સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં શિવભક્તિની અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે.જેમાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આધુનિક યુગની વ્યસ્તતા માંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે. શિવપુરાણ અનુસારશ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે. એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી.

જે જે ગ્રુપ દ્વારા 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વલથાણ કેનાલ રોડ પર આવેલા જે જે ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવે છે.અને ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે. પૂજા બાદ આ તમામ શિવલિંગનું વાજતે-ગાજતે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છેજે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આયોજનથી ભક્તોમાં એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો છે.

પાર્થિવ શિવલિંગના ધર્મભીના કાર્યક્રમમાં ભક્તોને એક વધારાનો લાભ પણ મળે છે. ડોમમાં પ્રવેશતા પહેલા જ 12 જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી શિવભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લ્હાવો મળે છે. ખાસ કરીને સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આ મહાપૂજા અને દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. આ અનોખા આયોજન દ્વારા સુરતના શિવભક્તો શ્રાવણ મહિનાના મહત્વને સાર્થક કરી રહ્યા છે.

Latest Stories