ભરૂચ: જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત !

ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહન ચાલાકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું

New Update
ભરૂચના જંબુસરમાં બની ઘટના
મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનનો બનાવ
અજાણ્યા વાહને મારી ટક્કર
બાઈક સવાર યુવાનનું મોત
જંબુસર પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહન ચાલાકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
ભરૂચના જંબુસર પંથકમાં હોળીના પર્વની રાત્રિએ હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં જંબુસરના મગણાદ ગામ નજીકથી બાઈક લઈને પસાર થતાં ગામના જીવન જીગ્નેશ વિઠ્ઠલ રાઠોડને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી જેમાં યુવાન માર્ગ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.ઇજાગ્રત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જંબુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવાનનું અકસ્માતમાં મોત નિપજતા હોળી ધુળેટીનું પર્વ રાઠોડ પરિવાર માટે માતમમાં ફેરવાયુ હતું.
Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં સંસ્કૃતિ ફલાવર સોસા.નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ, રહીશોમાં ભયનો માહોલ

રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું

New Update
akhla yudhdh

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે શરૂ કરવામાં આવે છે ત્યારે આ ઝુંબેશ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી રહેશો માંગ કરી રહ્યા છે.