New Update
ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
આપ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
કપાસની આયાત કરમુક્ત કરવાના નિર્ણયનો વિરોધ
કેન્દ્ર સરકારે આયાત કરી છે કરમુક્ત
ખેડૂતોને નુકશાનીની રજુઆત
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારે કપાસની આયાત કરમુક્ત કરતા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાતના ખેડૂતોને વિદેશી કપાસની આયાત પર કરમુક્તિ કરાતા ભાવ નહિ મળવાની દહેશત વ્યક્ત કરાઈ છે. ભરૂચ જિલ્લા આપ દ્વારા પણ આયાતી કપાસ પર કરમુક્તિ પાછી ખેંચી લેવા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને અપાયેલા આવેદનમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત આપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Latest Stories