New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
આપ દ્વાર આયોજન કરાયું
ગુજરાત સ્થાપના દિવસે યોજાશે કાર્યક્રમ
પરિવર્તન સંકલ્પ સભા પણ યોજાશે
આપના આગેવાનો કરશે ઉપવાસ
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં "ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા" માટે એક દિવસીય ઉપવાસ અને "પરિવર્તન સંકલ્પ સભા"નું આયોજન કરવામાં આવ્યું છે.આ સંદર્ભે ભરૂચમાં આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સ્થાપનાના ૬૪ વર્ષ પછી પણ ન્યાય મળતો નથી. રાજ્યની જનતા આજે સસ્તું શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાત અનુભવી રહી છે.આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પરૂપે આગળ આવી રહી છે.આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઉભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવવાનો છે.