New Update
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇસ પર કારમાંથી રૂ.18 લાખની કિંમતનું એમ.ડી.ડ્રગસ ઝડપાવાના મામલામાં પોલીસે ફરાર આરોપીની મધ્યપ્રદેશના ધાર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગસની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી અનુસારની કાર આવતા તેને અટકાવી જડતી લેવામાં આવતા ઇલ્યાસઅલી હુસૈન મલેક,અશરફ બશીરભાઇ મુન્સી અને હનીફ રાજની ધરપકડ કરી રૂ.18 લાખની કિંમતનું 180 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે હતું.
પોલીસે રિમાન્ડ દરમ્યાન ઇલ્યાસ મલેક નામના આરોપીની કડક પૂછતાછ કરતા તે ડ્રગ્સનો આ જથ્થો મધ્યપ્રદેશના ધાર ખાતે રહેતા અક્રમ મન્સૂરી પાસે લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે આરોપી ઇલયાસને સાથે રાખીને એક ટીમ મધ્યપ્રદેશના ધાર ખાતે રવાના કરી હતી અને આરોપી અક્રમ મન્સૂરીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories