ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાને વેગ, વાગરા-લુવારા ગામના હળપતિ સમુદાય માટે શેડ બનાવશે...

અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાના 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારા ગામમાં શેડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
adaniii

અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાના 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારા ગામમાં શેડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારા ગામ ખાતે શેડના નિર્માણ માટે ખાતમુર્હુત થતાં હળપતિ સમુદાય માટે એક નવા અધ્યાયની શરૂઆતને ચિહ્નિત કરતી એક મહત્વપૂર્ણ ઘટના છે. નવા શેડનો ઉપયોગ હળપતિ સમુદાયના સામાજિક અને સાંસ્કૃતિક મેળાવડા માટે થશે. શેડ 360 ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લેશે. જેમાં એક સમયે 150-200 લોકો બેસી શકશે. શેડ માત્ર એક માળખું નહીં પરંતુ સાંસ્કૃતિક પ્રવૃતિઓસામુદાયિક મેળાવડાઓ અને એક એવી જગ્યા હશે, જ્યાં પરંપરાઓ સાચવી શકાશે અને ઉજવવામાં આવશે. ભાથીજી મહારાજ અને સિકોતર માતા મંદિરના પરિશરમાં બનનારા આ શેડનો અનેક પ્રકારે ઉપયોગ થઈ શકશે. આ પ્રસંગે અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ લિ.ના CEO પંકજ ઉકેહેડ-સિક્યુરિટી (APDPL) ઋતુરાજ સિંઘ, લુવારા સરપંચ ઈશ્વર રાઠોડપંચાયતના સભ્યોઅદાણી ફાઉન્ડેશન ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories