New Update
ભરૂચ-જંબુસરને જોડતા નેશનલ હાઇવે નંબર 64 પર સમની ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો.
સમની ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ નજીક ભરૂચથી આમોદ તરફ જતી મારુતિ વેન જેનો નંબર GJ-01-RM-8297 જે ભરૂચ તરફથી આમોદ તરફ જઈ રહી હતી. તે વેળાએ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નંબર GJ-34-T-6069 ના ચાલકે મારુતિ કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થતા ટ્રાફિકજમના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માત બાદ બંને ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories