ભરૂચ: નેશનલ હાઇવે પર વરેડિયા નજીક ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત, 1નું મોત 10 લોકો ઘાયલ

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વરેડીયા ગામ પાસે ટેમ્પાને નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 10 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.

New Update
b acc
Advertisment
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વરેડીયા ગામ પાસે ટેમ્પાને નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 10 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.
Advertisment
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વરેડિયા ગામ નજીક રાત્રિના સમયે ટેમ્પાને અકસ્માત નડ્યો હતો.વડોદરાથી સુરત તરફ જતા આઇસર ટેમ્પાનું ટાયર ફાટતા તે પલટી ગયો હતો. જેના પગલે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 10 લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ  મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પામાં સવાર તમામ લોકો કેટરર્સના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બનાવની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રહ ટેમ્પાને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો
Latest Stories