New Update
/connect-gujarat/media/media_files/2025/12/26/accident-2025-12-26-12-45-43.jpg)
ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા NH-4 દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા વળાંક પાસે મૃતક કાર રોડ સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂરઝડપે આવી અન્ય કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે યુવાનનું મોત નિપજ્યું હતું.મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે (રહે. પનવેલ, મહારાષ્ટ્ર) તરીકે થઈ છે.અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Latest Stories