New Update
/connect-gujarat/media/media_files/2025/03/11/qpkymWpsKjAn0L2F8RlE.jpg)
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જે અન્વયે પાછલા એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા વહીવટીતંત્ર દ્નારા ડમલાઈ, ગોવાલી અને રાજપારડી એમ ત્રણ ગામોએ બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ઈસમો સામે, પ્રદૂષિત પાણી છોડવાને મુદ્દે, તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ઈસમો સામે તંત્ર દ્નારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભરૂચ જિલ્લા મામલતદાર ઝઘડીયા દ્નારા ઝઘડીયા તાલુકાના ડમલાઈ ગામે સર્વે નં. ૮૨,૧૦૧,૧૧૨ વાળી જમીનોમાંથી સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ દાખલ કરવા જણાવવામાં આવ્યું છે.
ખનીજની ચોરીને લગતી પ્રવૃતિઓ રોકવા માટે ઝઘડીયા મામલતદાર કચેરી દ્નારા રાજપારડી ગામેથી ગેરકાયદેસર રેતી વહન કરતા ટ્રક નં. GJ-16 Z- 9307 ને અટકાયતમાં લઈ સિઝ કરી પોલીસ ઈન્સપેક્ટર રાજપારડીને સોંપવામાં આવેલ છે.
આપણે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાંસદ મનસુખ વસાવા અને અન્ય આગેવાનોએ ડમલાઈ ગામ ખાતે જનતા રેડ કરી હતી અને ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે માંગ કરી હતી ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે..
Latest Stories