ભરૂચ: કોમી અથડામણ બાદ પોલીસના ઘાડેધાડા રસ્તા પર ઉતર્યા, અંકલેશ્વરમાં ફ્લેગમાર્ચ યોજાઈ

ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું, ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના પર્વને અનુલક્ષીને ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના એ અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફ્લેગમાર્ચ નીકળી હતી.પોલીસ કાફલાએ શહેરીજનોને સુરક્ષા તેમજ સલામતીની અનુભૂતિ કરાવી હતી.
તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અંકલેશ્વરના એ, બી, તાલુકા પોલીસ મથક, જીઆઇડીસી પોલીસ મથક અને પાનોલી પોલીસ મથક વિસ્તારમાં તબક્કાવાર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તહેવાર દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે.
Latest Stories