ભરૂચ: દહેજમાં મીઠાના અગરમાંથી માનવ હાથનું કંકાલ મળ્યા બાદ પગ પણ મળ્યો, ચોંકાવનારા હત્યાકાંડની આશંકા !

દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો  હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.

New Update
Dahej
ભરૂચના ચકચારી સચિન ચૌહાણ હત્યાકાંડમાં મૃતકના શરીરના 9 ટુકડા કરી ગટરમાં ફેંકી દેવાયા હતા. અતિ ગંભીર આ મામલાનો ભેદ ઉકેલી પોલીસ હાંશકારો અનુભવે તે પહેલા વધુ એક સ્થળે માનવ અંગ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું દહેજમાં મીઠાના અગરમાંથી માનવ હાથ અને પગ મળી આવ્યા છે.   
ભરૂચમાં સચિન ચૌહાણની ચોંકાવનારા હત્યા કાંડ બાદ મંગળવારના રોજ દહેજમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો  હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો છે.ઘણા સમયથી લાપતા જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.
પોલીસે માનવ અંગનું ફોરેન્સિક પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી છે. જો કે હજુ આ ગુમ થયેલ જેસીબી ચાલક જ છે કે કેમ એની પણ સ્પષ્ટતા થઈ શકી નથી. આ મામલામાં પણ ચોંકાવનારો હત્યાકાંડ સામે આવે તો નવાઈ નહી..