ભરૂચ: અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયુ

ગરીબ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા

New Update
Akhand Yuva Charitable Trust
ભરૂચના અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે. આ ક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સતિષ વસાવાની જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવ્યું હતું તેમજ ખુલ્લા આકાશ નીચે વસવાટ કરતા નિઃસહાય અને ગરીબ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Latest Stories