New Update
ભરૂચના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે અજાણ્યા ઇસમો દ્વારા એક યુવાન પર હૂમલો કરવામાં આવતા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપાસાડી ગામે એક યુવાનને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા માર મારતા લોકોમાં ભય ફેલાયો છે.મળતી માહિતી મુજબ કપલસાડી ગ્રામ પંચાયત પાછળના ફળિયામાંથી એક ઈસમ ગામમાં આવી રહ્યો હતો ત્યારે ૪ થી વધારે વ્યક્તિઓએ આ ઈસમ પર હુમલો કરી માર મારી હુમલોખોરો ભાગી છુટ્યા હતા.ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.ચોરોનો અફવા વચ્ચે યુવાન પર હુમલો થતાં લોકોમાં વધુ ભય ફેલાયો છે. યુવાન પર હુમલાની ઘટનાના મામલામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી ત્યારે અંગત અદાવતે યુવાન પર હુમલો કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
Latest Stories