વીજ વિભાગના ચેકિંગથી ફફડાટ
મછાસરા ગામમાં વીજ ચેકીંગ
વહેલી સવારથી ચેકિંગની કાર્યવાહી
વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ
પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયુ ચેકીંગ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે આજે વહેલી સવારે વીજ ચોરી રોકવા માટે વીજ વિભાગે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ગામ લોકો સવારે આરામ માણી રહ્યા હતા તે સમયે પોલીસની ટુકડી અને વીજ વિભાગના અધિકારીઓના વાહનોનો કાફલો પહોંચ્યો હતો. વીજ વિભાગની ટીમે ગામના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચી ઘરો અને દુકાનોમાં વીજ જોડાણોની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે કેટલાક સ્થળોએ અનધિકૃત જોડાણો મળી આવ્યા હોવાની માહિતી મળી છે.
અધિકારીઓએ જણાવ્યું કે ચેકિંગની પ્રક્રિયા હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે લોકો વીજ ચોરી કરતા હોવાનું બહાર આવશે, તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. અચાનક વીજ કર્મચારીઓની મોટી ટીમને જોઈને ગામમાં ગભરાટ અને હલચલ જોવા મળી હતી. વીજ વિભાગ દ્વારા જણાવાયું છે કે આવી ચેકિંગ કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ હાથ ધરવામાં આવશે, જેથી વીજ ચોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકાય.