New Update
/connect-gujarat/media/media_files/2024/11/01/qJrwWHVOTUkN8y1AeiXA.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં હનુમાન ચોકડી નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવારને સામાન્ય ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108 ની મદદથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા પણ એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ પણ તાબડતોબ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
Latest Stories