/connect-gujarat/media/media_files/2025/01/06/UFFteD8JCUbs84MmOzc8.jpg)
ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત આર.કે.ભક્ત અને એમ.એમ.ભક્ત હાઇસ્કુલના વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ રંગારંગ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલીત શ્રી આર.કે.ભક્ત વિધાલય અને શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી વિજયસિંહ સુરતીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ બન્ને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વેશભુષા ધારણ કરી લોકજાગૃતિના નાટકો, રામયણ કથા, રાસ-ગરબા અને પરંપરાગત આદિવાસી નૃત્યએ ભારે લોકચાહના મેળવી હતી. શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલના મકાનને રંગ-રોગાન કરાતા સમગ્ર મકાનની કાયાપલટ થતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
/connect-gujarat/media/media_files/2025/01/06/JnbML2Z6UoHVvK5reFrU.jpeg)
આ ઉપરાંત કેળવણી મંડળના સત્તાધીશો-આગેવાનોએ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હસમુખ ભક્ત, મંત્રી સમીર ભક્ત, ટ્રસ્ટીગણ, આચાર્ય-શાળા પરિવાર, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.