/connect-gujarat/media/media_files/2025/11/11/miyawaki-method-2025-11-11-12-28-58.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી 15 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.કેચ ફાઉન્ડેશન દ્વારા દેશના 8 રાજ્યોમાં 145થી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવવામાં આવ્યા છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/11/tree-plantation-2025-11-11-12-29-13.jpeg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા 15 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે, સીવીએસપી મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં રાણીપુરા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, કેચ ફાઉન્ડેશન તરફથી મુખ્ય સંચાલન અધિકારી ઝવેર સિસોદિયા તથા ફાઉન્ડેશનની ટીમના સભ્યો હાજર રહ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/11/tree-plantation-2025-11-11-12-29-25.jpeg)
મિયાવાકી પદ્ધતિ દ્વારા વાવેતર ઝડપથી વિકસતા અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ જંગલો બનાવવામાં મદદરૂપ થાય છે, ફાઉન્ડેશન દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોનું ત્રણ વર્ષ સુધી જરૂરી જતન કરી તેનો ઉછેર કરવામાં આવશે, કેચ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં દેશના 8 રાજ્યોમાં 145થી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવ્યા છે અને 9.50 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે.
ફાઉન્ડેશન પોતાના અનોખા પ્લાન્ટેશન મોડેલને અનુસરે છે.જેમાં દરેક વાવેતર સ્થળે ત્રણ વર્ષ સુધી સંભાળ રાખવામાં આવે છે કે જ્યાં સુધી તે વૃક્ષ સંપૂર્ણ સ્વ-ટકાઉ ન બને. કેચ ફાઉન્ડેશનને પર્યાવરણીય સંરક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને દેશભરમાં ગ્રીન કવર વધારવા માટેના તેના યોગદાન બદલ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત થઇ છે.