/connect-gujarat/media/media_files/2025/05/22/8M8gDMQMls26YyIZBfuB.jpg)
ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાલય ખાતે કવિમિત્રોની બુધસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કવિમિત્રોએ વિવિધ રચનાઓ રજુ કરી હતી.
ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાલયમાં બુધવારની સાંજે કવિમિત્રોની બુધસભા મળી હતી.આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં રિતેશભાઈના માતા સ્વ.રતનબેન અને કવિ પ્રવીણ ગઢવીને કવિમિત્રોએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ત્યારબાદ કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી હતી.
બુધસભામાં સતીશ મિસ્ત્રી,જતીન પરમાર,સાગરમલ પારીક,રમેશ પ્રજાપતિ,જે સી વ્યાસ અને જેકી યાદવ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બ્રિજ પાઠક ઓનલાઇન બુધસભામાં જોડાયા હતા, અને વડોદરાના સુંદરમ ટેલર દ્વારા ઓનલાઇન માધ્યમથી ગઝલની સુંદર રચનાઓ રજૂ કરી હતી.કવિમિત્રોએ કવિરસ પીરસીને સમગ્ર કાર્યક્રમને કવિરસમાં તરબોળ કરી દીધો હતો.