-
શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન
-
નવાડેરા સ્થિત દત્ત મંદિરે યોજાયો સારવાર કેમ્પ
-
આયુર્વેદિક-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો
-
ઋતુજન્ય રોગની નિઃશુલ્ક તપાસ કરી દવાનું વિતરણ
-
આંદાજે 100થી વધુ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો થકી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત-ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારી હોમીયોપેથી દવાખાના જનરલ હોસ્પીટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર ક્રિષ્નાબેનએ સેવાઓ આપી હતી.
જ્યાં અંદાજિત 100થી વધુ દર્દીઓમાં ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી. આ પ્રંસગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચના ટ્રસ્ટી રવિન્દ્ર હિન્દીયા, અશ્વિન હિન્દીયા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્ય હરેશ પુરોહિત, રાજકુમાર દુબે સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.