ભરૂચ : બંગાળી સમાજ દ્વારા નર્મદા નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરી દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ કરાય...

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

New Update

શહેર-જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા આયોજન

શ્રવણ ચોકડી નજીક દુર્ગા મહોત્સવની ઉજવણી કરાય

દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન

દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું

મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં રોજગાર-ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા 44 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાની વિધિવત ધાર્મિક પૂજન સાથે સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી દુર્ગા માતાની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે.આ વર્ષે પણ બંગાળી સમાજ દ્વારા દુર્ગા માતાની પ્રતિષ્ઠા કરી અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતાત્યારે ગત તા. 13મી ઓક્ટોબરના રોજ સિંદૂર ખેલાની વિધિ કરી સંધ્યાકાળે દુર્ગા માતાની વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં બંગાળી સમાજના યુવાનોયુવતીઓ અને બાળકો જોડાયા હતા. ડીજેના તાલે નાચતાં જુમતા તેઓ નર્મદા નદી કિનારે પહોંચી દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

Latest Stories