શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા આયોજન કરાયું
ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
છેલ્લા 9 વર્ષથી કરાય છે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા
ભરૂચ, અંકલેશ્વર, આમોદની 8 જેટલી ટીમોએ ભાગ લીધો
ભરૂચ શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા 9 વર્ષથી શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે શ્રી ફાંટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી. જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવોના હસ્તે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ-અંકલેશ્વર તેમજ આમોદની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજના આગેવાન સનત રાણા, અનિલ રાણા, મિતેષ રાણા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.