ભરૂચ: વાલિયા-ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.1લી જૂને BTSની વિશાળ રેલી, રાજકારણમાં ગરમાવો

લિગનાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે

New Update
અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક્ક અને અધીકારી માટે ભીલીસ્તાન ટાઇગર સેના અગ્રેસરની ભુમિકામાં હોય છે.જેમાં જીએમડીસી લિગનાઇટ પ્રોજેક્ટ માટે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે.જેથી  વાલીયા-ઝઘડીયા તાલુકાના તમામ ખેડુતો સાથે જીએમડીસીએ લોક સુનાવણી યોજી હતી પરંતુ તમામ ખેડુતોએ તેનો વિરોધ કયૉ હતો.ભીલીસ્તાન ટાઇગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ-ડેડીયાપાડાના પુવઁધારાસભ્ય મહેશ વસાવાએ વાલીયા-ઝઘડીયા લિગનાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.૧ જુને વિશાળ રેલીનું આયોજન કયુઁ છે જેના પગલે રાજકણમાં ગરમાવો આવી ગયો છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.