ભરૂચ: બિહારના CM નીતીશ કુમારનો હિજાબ વિવાદ, આમ આદમી પાર્ટી દ્વારા યોજાયું પ્રદર્શન

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આજની પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

New Update
  • ભરૂચ આમ આદમી પાર્ટીનું પ્રદર્શન

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • નીતીશ કુમારના હિજાબ ખેંચવાનો વિવાદ

  • મુસ્લિમ મહિલાનો હિજાબ ખેંચ્યો હતો

  • આપના આગેવાનો કાર્યકરો જોડાયા

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા મુસ્લિમ મહિલા ના ચહેરા પરથી હિસાબ ખેંચવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા પ્રદર્શન યોજાયું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આજની પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 
ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવજો કે નિતેશકુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નીંદનીય છે.અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં 'સંવાદ' કાર્યક્રમ હેઠળ એક હજારથી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નિયુક્તિ પત્ર આપતાં નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આ શું છે? અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો ત્યાર પછી આ વિવાદ શરૂ થયો છે। 
Latest Stories