New Update
ભરૂચમાં સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી
કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરાયુ આયોજન
બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું
ધારાશાસ્ત્રીઓ બાઈક રેલીમાં જોડાયા
સ્વરછતા અંગેની જાગૃતિ આવે એ માટે પ્રયાસ
ભરૂચ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટની સુચના અંતર્ગત જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા જીલ્લા ન્યાયાલય સંકુલથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલીનું જીલ્લા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ડી.બી.તિવારીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.આ રેલી કસક સર્કલ અને ત્યાંથી શક્તિનાથ ફરી પરત જિલ્લા ન્યાયાલય ખાતે પહોંચી હતી.આ રેલીમાં ધારાશાસ્ત્રીઓ અને પેરા લીગલ વોલેન્ટીયર્સ જોડાયા હતા.