New Update
/connect-gujarat/media/media_files/2025/01/16/Jy2vXnOmVpmjbqF3XrWt.jpg)
ભરૂચના આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક પતંગના ઘાતક દોરાથી બાઈક ચાલકનું ગળું કપાતા તેને સારવારથી ખસેડવામાં આવ્યો હતો
ભરૂચમાં ઉતરાયણના પર્વ બાદ પણ પતંગના ઘાતક દોરાથી ઘાયલ થવાના બનાવો બની રહ્યા છે ત્યારે ગતરોજ ભરૂચના આમોદ તાલુકાના નાહિરે ગામ નજીકથી બાઈક પર પસાર થતા કેરવાડા ગામના સલાઉદ્દીન રાણાનુ પતંગ લના ઘાતક દોરાથી ગળું કપાઈ ગયું હતું જેના પગલે તેઓ નીચે પડી જતા અહીંથી પસાર થઈ રહેલા રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી તેમને પ્રથમ સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી જંબુસરની ખાનગી હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.પતંગના દોરાથી બાઈક ચાલકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે જેની હાલ સારવાર ચાલી રહી છે.
Latest Stories