New Update
/connect-gujarat/media/media_files/img-20240628-wa0102.jpg)
બિરલા કોપરના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક કાર્યના પ્રોત્સાહનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા , નેત્રંગ અને વાલીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ૧૬,૨૫૦ સ્ટીલ પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્લેટસ પીએમ પોષણ યોજનાના મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળ આપવામાં આવી. તારીખ 28 જૂન 2024 ના રોજ વાગરા તાલુકાના મુલેર અને કેશવાણ ગામ ખાતે મઘ્યાહન ભોજન માટે આ સ્ટીલ પ્લેટો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આપવા આવી, જેમાં કલેકટર ભરૂચ તુષાર સુમેરા, મામલતદાર વાગરા મીના પટેલ, બિરલા કોપર દહેજના યુનિટ હેડ કે કુમારવેલ,એચ આર હેડ આનંદ પવાર, રિસાયકલ પ્રોજેક્ટના એચ આર હેડ વિકાસ શર્મા, કોર્પોરેટર અફેર્સ અને સીએસઆર વિભાગના કર્મચારીઓ તથા શાળાના કર્મચારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.