ભરૂચ: ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, બજેટ અંગે અપાયું માર્ગદર્શન

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

New Update

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે આજરોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે આ બજેટ અંગેનું માર્ગદર્શન સંમેલનમાં આપવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો યુવાનો નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યુ છે અને આ બજેટની સાઈઝ ત્રણ ગણી સુધી વધારે પહોંચી છે. આ બજેટમાં આરોગ્ય, ઇનફાસ્ટ્રક્ચર અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ જન જનને મળશે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, મહામંત્રી નિરલ પટેલ,વિનોદ પટેલ,યોગેશ પટેલ,ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories