New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ભાજપ દ્વારા આયોજન કરાયું
યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
બજેટ અંગે અપાય માહિતી
યુવા કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ના અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડીટોરીયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ઋષભ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમ્યાન યુવાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને પગલે પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને વિગતવાર જવાબ આપી બજેટ અંગે સ્પષ્ટતા કરી હતી.
Latest Stories