ભરૂચ : મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય…

પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભારતની મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકર

  • અહલ્યાબાઈની 300મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરભરમાં ભવ્ય શોભાયાત્રા

  • ભાજપના આગેવાનો સહિતના હોદ્દેદારો-કાર્યકરોની હાજરી

પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતની મહાન વીરાંગના મહારાણી અહિલ્યાબાઈનો જન્મ 31 મે1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતોત્યારે આજરોજ તેમની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી યોજાય હતી. સમગ્ર યાત્રામાર્ગ પર જનસમુદાયે શોભાયત્રાને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવશહેર પ્રમુખ જતીન શાહવિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories