ભરૂચ: સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સત્ય સાંઈ બાબાની જન્મજયંતિની ઉજવણી

  • 100મી જન્મજયંતિની ઉજવણી કરાય

  • રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

  • રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને 70થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના હોદ્દેદારો તેમજ કોલેજના એન.એસ.એસ. યુનિટના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરી રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
Latest Stories