ભરૂચ: કેનેડામાં અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો

New Update
  • કેનેડામાં કાર-ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત

  • અકસ્માતમાં આમોદના યુવાનનું નિપજ્યું હતું મોત

  • 14 દિવસ બાદ મૃતદેહ વતન લવાયો

  • યુવાનના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરાયા

  • ધારાસભ્ય સહિતના આગેવાનો અંતિમયાત્રામાં જોડાયા

Advertisment
કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતનમાં લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામા  આવ્યા હતા
કેનેડાના બ્રેમ્પટનમાં  માર્ગ અકસ્માતમાં ભરૂચના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો
ત્યારે આ અંગે પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને જાણ કરતા તેઓએ યુવાનના મૃતદેહને વતન લાવવા માટે ભરૂચ કલેકટરને રજુઆત કરી હતી ત્યારબાદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા 14 દિવસ બાદ યુવાનનું મૃતદે પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનો યુવાનનો મૃતદેહ વતન લાવ્યા હતા જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Advertisment
યુવાનની અંતિમયાત્રામાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના આગેવાનો તેમજ આમોદના નગરજનો જોડાયા હતા. પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વ્હાલસોયાને વિદાય આપી હતી.
Advertisment
Latest Stories