ભરૂચ: દિવાળીના પર્વ પર ફૂલબજારમાં તેજીનો માહોલ, હજારો ટન ફૂલનું થશે વેચાણ!

દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા

New Update

દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા

પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફૂલના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં વિવિધ પ્રકારના ફૂલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આવતીકાલે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજરોજ ફૂલ બજારમાં ગ્રાહકનો ધસારો જોવા મળ્યો હતો. ગલગોટાના ફુલ સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તો બીજી તરફ ગુલાબના ફૂલનું 250 થી 300 રૂપિયે કિલોના ભાવે વેચાણ થયું હતું.નવા વર્ષના દિવસે લોકો નવા વસ્ત્રો પરિધાન કરી મંદિરે પ્રભુ દર્શન અર્થે જતા હોય છે,આ ઉપરાંત વાહનો, ઘરમાં પણ હાર ચઢાવતા ત્યારે ફૂલના વેચાણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં લોકોની ચહલપહલ જોવા મળી હતી.

વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે પાછોતરા વરસાદના કારણે માર્કેટમાં ફુલની અછત જોવા મળી રહી છે. જોકે નાશિક તરફથી ફૂલોની આવક ચાલુ છે હાલ સુધી જોઈએ એવો માહોલ જામ્યો નથી પરંતુ એક અંદાજ મુજબ બે દિવસ દરમિયાન હજારો ટન ફૂલનું વેચાણ થશે
Latest Stories